Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ જિલ્લાની સાણંદ વિધાનસભા બેઠકનો ચિતાર

- ગત ચૂંટણીમાં BJPના કદાવર નેતા કાના ભા વિપક્ષમાં બેઠા'તા

- જેન પગલે 2012માં અહીં કોંગ્રેસ જીત્યુ હતુ

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2017, બુધવાર

ગત વિધાનસભા ચુંટણી પૂર્વે ભાજપના આ વિસ્તારના કદાવર નેતા કાનભા ગોહિલે ભાજપ છોડી દેતા તેની સીધી અસર સાણંદ અને વિરમગામ બેઠકના પરિણામ પર પડી હતી. કાનભા ગોહિલ સાણંદ APMC ના ચેરમેન હોવા ઉપરાંત ક્ષત્રિય સમાજમાં પણ સારું વર્ચસ્વ ધરાવતા હતા. 

તેમણે કોંગ્રેસ માટે ખુલ્લે આમ કેમ્પેઈન કર્યું હતું. જેના લીધે ટાટા નેનો જેવો પ્રોજેક્ટ આ વિસ્તારમાં લાવ્યા હોવા છતાં તેની કારમી હાર થઈ હતી. કાનભા ગોહિલે ભાજપના ઉમેદવાર કમાભાઈ રાઠોડને ટીકીટ ફાળવણીનો વિરોધ કર્યો હતો. જો કે તેના પગલે ભાજપ આ વખતે આ બેઠક પર મજબુત ઉમેદવાર ઉતારશે તે ચોક્કસ છે.

ગુજરાત વિધાનસભાની અમદાવાદ જીલ્લાની સાણંદ વિધાનસભા બેઠક ટાટાના નેનોના પ્રોજેક્ટના લીધે ખાસ્સી એવી પ્રસિદ્ધ બેઠક બની છે. સાણંદ વિધાનસભા નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી બેઠક છે. સાણંદ વિધાનસભા બેઠકમાં સાણંદ તાલુકા ઉપરાંત ચોખા ઉત્પાદન માટે જાણીતા બાવળા તાલુકાના ગામોનો પણ બેઠકમાં સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ ગ્રામીણ બેઠક છે.

આ વિધાનસભા બેઠક પર કુલ 2,22,028 મતદારો છે. જેમાં 1,16,735 પુરુષ મતદારો અને 1,05,289 મહિલા મતદારો છે. આ બેઠક પર કુલ 263 પોલીંગ બુથ આવેલા છે.

સાણંદની બેઠકનો વર્ષવાર ચિતાર
- વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કરમશીભાઈ પટેલે ભાજપના ઉમેદવાર કમાભાઈ રાઠોડને 2.70 ટકા મતની સરસાઈથી હરાવીને આ બેઠક જીતી હતી.
- વર્ષ 2007માં આ વિસ્તારનો સમાવેશ વિરમગામ બેઠકમાં થતો હતો.
- વર્ષ 2012ના વિધાનસભા ચુંટણી પૂર્વે ભાજપના આ વિસ્તારના કદાવર નેતા કાનભા ગોહિલે ભાજપ છોડી દેતા તેની સીધી અસર સાણંદ અને વિરમગામ બેઠકના પરિણામ પર પડી હતી.

જાતીય સમીકરણની વાત
- પટેલ 7.1 ટકા,
- ક્ષત્રિય 16.1 ટકા,
- કોળી પટેલ 16.8 ટકા,
- માલધારી 5.7 ટકા,
- ઠાકોર 10.8 ટકા,
- દલિત 5.1 ટકા છે.

આમ, જોઈએ તો આ બેઠક પર કોળી પટેલ અને ક્ષત્રિય ઉમેદવારો પ્રભાવી છે.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments