Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ જિલ્લાની નિકોલ વિધાનસભા બેઠકનો ચિતાર

- ગત ચૂંટણી ભાજપા જીત્યુ હતુ - પટેલ, મુસ્લિમ, ઓબીસી મતદારોનું પ્રભુત્વ

- નિકોલ બેઠક નરોડા અને રદ થયેલી રખિયાલ બેઠકના વિભાજનમાંથી બની

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2017, બુધવાર

અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠક નવા સીમાંકનમાં નરોડા અને રદ થયેલી રખિયાલ બેઠકના વિભાજનમાંથી બની છે.

ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ચાર વોર્ડનો સમાવેશ થાય છે.

આ વિધાનસભા બેઠક પર કુલ 2,32,608 મતદારો છે. જેમાં 1,26,413 પુરુષ અને 1,06,195 મહિલા મતદારો છે. જેમાં કુલ 228 પોલીંગ બુથ છે.

વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ પંચાલે કોંગ્રેસના ઉમેદવાર નરસિંહભાઈ ઘોરીએ સરેરાશ 33 ટકા મતથી હરાવીને બેઠક જીતી હતી. આમ, આ બેઠક પર યોજાયેલી પ્રથમ ચુંટણીમાં ભાજપના ઉમેદવાર વિજયી બન્યાં હતા.

નિકોલ વિધાનસભા બેઠક પર પરના જાતીય સમીકરણ
પટેલ 16.7 ટકા,
ક્ષત્રિય 10.3 ટકા,
મુસ્લિમ 17.7 ટકા,
પરપ્રાંતીય 9.8 ટકા,
ઓબીસી 8.3ટકા અને
દલિત 3.9 ટકા

આમ જોવા, જઈએ તો આ બેઠક પર પટેલ, મુસ્લિમ અને ઓબીસી મતદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments