Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ જિલ્લાની નરોડા વિધાનસભા બેઠકનો ચિતાર

- ગત ચૂંટણી ભાજપા જીત્યુ હતુ - આ બેઠક પર સિંધી અને ઓબીસી મતદારોનું પ્રભુત્વ

- નિકોલ નરોડા અને રદ થયેલી રખિયાલ બેઠકના વિભાજનમાંથી બની

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2017, બુધવાર

ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની નરોડા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડ અને અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. વર્ષ 1990થી આ બેઠક પર ભાજપના ઉમેદવાર સતત જીતતા આવ્યા છે. આ બેઠકને ભાજપાની કમીટેડ બેઠક માનવામાં આવે છે.

આ બેઠક પર કુલ 2,43,295 મતદારો છે. જેમાં 1,30,100 પુરુષ મતદારો અને 1,13,191 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર કુલ 237 પોલીંગ બુથ આવેલા છે.

અમદાવાદ શહેરની નરોડા વિધાનસભા બેઠક પરના પરિણામ પર નજર કરીએ તો જણાશે કે
- વર્ષ 2012માં આ બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર ડો. નિર્મલા વાઘવાણી જીત્યા હતા
- કોંગ્રસના ઉમેદવાર ભવાનભાઈ.એસ.ભરવાડને 40 ટકા મતની સરસાઈથી હાર્યા હતા.
- વર્ષ 2007માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. માયાબહેન કોડનાની જીત્યા હતા
- તેઓ 57.28 ટકા મતની સરસાઈથી જીત્યા હતા
- વર્ષ 2007 કોંગ્રેસના ઉમેદવાર ડો. પરષોત્તમ હરવાણીને હાર મળી હતી.
- વર્ષ 1990થી આ બેઠક પર ભાજપના ઉમેદવાર સતત જીતતા આવ્યા છે.

નરોડા વિધાનસભા બેઠક પરના જાતીય સમીકરણ
સિંધી 14 ટકા,
પાટીદાર 10 ટકા,
બક્ષીપંચ 26 ટકા,
દલિત 12 ટકા,
સવર્ણ 3 ટકા,
પરપ્રાંતીય 13 ટકા  
અન્ય 22 ટકા

આમ,નવા સીમાંકન બાદ બદલાયેલા રાજકીય ગણિતમાં આ બેઠક પર સિંધી અને ઓબીસી મતદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે.તેમજ આ બેઠક જોવા જઈએ સિંધી ઉમેદવાર માટેની કમિટેડ બેઠક માનવામાં આવે છે.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments