Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એલીસબ્રીજ વિધાનસભાની બેઠક સૌથી જૂની મહત્વની બેઠક

- સ્વ. હરેન પંડયા 1995થી અહિં ભાજપાના મૂળ નાંખ્યા છે

- ગત ચૂંટણી ભાજપા જીત્યુ હતુ, જૈન મતદાતાઓનો દબદબો

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2017, બુધવાર

ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની અતિ મહત્વની એવી એલીસબ્રીજ વિધાનસભામાં શહેરી મતદારો છે. આ બેઠક પર ભાજપ વર્ષ 1995 થી સતત જીતતું આવ્યું છે.  આ જીતના મૂળ સ્વ. હરેન પંડયાએ નાંખ્યા હતા. ભાજપા આજ સુધી આ બેઠક હાર્યુ નથી. અમદાવાદ મહાનગરપાલિકાના ચાર વોર્ડ, એલીસબ્રીજ,આંબાવાડી,પાલડી અને નવરંગપુરા વોર્ડનો સમાવેશ થાય છે.

આ વિધાનસભા બેઠક પર કુલ 2,37,134 મતદારો છે. જેમાં 1,19,556 પુરુષ મતદારો અને 1,17,577 મહિલા મતદારો છે. આ વિધાનસભા બેઠક પર કુલ 210 પોલીંગ બુથ છે.

એલીસબ્રીજ બેઠકનો વર્ષવાર ચિતાર
- 2012માં ભાજપના ઉમેદવાર રાકેશ શાહે કોંગ્રેસના ઉમેદવાર કમલેશકુમાર શાહને 50.70 ટકા મતની સરસાઈથી હરાવીને બેઠક જીતી હતી.
- વર્ષ 2007માં પણ ભાજપના ઉમેદવાર રાકેશ શાહે કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ પટેલને 62,243 મતથી હરાવ્યા હતા.
- વર્ષ 2002માં પણ આ બેઠક ભાજપના ઉમેદવાર ભાવિન શેઠે આ બેઠક જીતી હતી.
- એલીસબ્રીજ બેઠક પરથી ભાજપના યુવા નેતા સ્વ. હરેન પંડ્યાએ વર્ષ 1995 અને 1998માં ચુંટણી જીતી હતી.

એલીસબ્રીજ વિધાનસભા વિસ્તારના જાતીય સમીકરણ
પટેલ 8 ટકા  
જૈન 33 ટકા  
સવર્ણ 16.7 ટકા  
ઓબીસી 15 ટકા  
દલિત 12 ટકા  
મુસ્લિમ 6.30 ટકા
અન્ય 9 ટકા

આ બેઠક પર જૈન અને સવર્ણ મતદારોનો દબદબો કાયમ રહ્યો છે. આ બેઠક ભાજપની કમિટેડ બેઠક માનવામાં આવે છે.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments