Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ જિલ્લાની બાપુનગર વિધાનસભા બેઠકનો ચિતાર

- આ બેઠક પર ઓબીસી, દલિત અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ

- ભાજપા જીત્યુ હતુ, બેઠક નવા સીમાકંન બાદ અસિત્વતમાં આવી હતી

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2017, બુધવાર

ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠક માં અમદાવાદ મહાનગરપાલિકાના બાપુનગર ,રખિયાલ અને સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકની રચના નવા સીમાંકનમાં કરવામાં આવી છે. અગાઉ આ બેઠકનો સમાવેશ રખિયાલ બેઠકમાં થતો હતો.

આ બેઠક પર કુલ 1,83,671 મતદારો છે. જેમાં 97,561 પુરુષ મતદારો અને 86,109 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 184 પોલીંગ બુથ છે.

 આ બેઠક પર યોજાયેલી વિધાનસભા ચુંટણીના પરિણામો પર નજર કરીએ તો જણાશે કે

- વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર જગરૂપસિંહ રાજપૂતે આ બેઠક જીતી હતી
- કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ સયાણીને 2.31 મતથી હાર્યા હતા.
- ભાજપના ઉમેદવાર જગરૂપસિંહ રાજપૂતને 45.25 ટકા મત
- કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ સયાણીને 42.94 ટકા મત મળ્યા હતા.

બાપુનગર વિધાનસભા બેઠક પરના જાતીય સમીકરણ  
ઓબીસી 33.4 ટકા
દલિત 27.3 ટકા
મુસ્લિમ 24.3 ટકા
પરપ્રાંતીય 12.1 ટકા  

આમ, જોવા જઈએ તો આ બેઠક પર ઓબીસી, દલિત અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. જેના પગલે જો આ બેઠક પર કોંગ્રેસ સ્થાનિક અને મજબુત ઉમેદવારની પસંદગી કરે તો આ બેઠક જીતી શકે તેવા રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments