Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ જિલ્લાની અમરાઈવાડી વિધાનસભા બેઠકનો ચિતાર

- આ બેઠક પર પાટીદાર, દલિત અને ઓબીસી મતદારો પ્રભુત્વ

- ભાજપ જીત્યુ હતુ, બેઠક નવા સીમાકંન બાદ અસિત્વતમાં આવી હતી

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2017, બુધવાર

ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની અમરાઈવાડી બેઠક સંપૂર્ણ રીતે શહેરી બેઠક છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની અમરાઈવાડી વિધાનસભા બેઠક નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી બેઠક છે.

14 ડિસેમ્બર 2017ના રોજ અહિં બીજા તબક્કામાં વિધાનસભા માટે આ બેઠક ઉપરથી મતદાન થશે

આ બેઠક પર કુલ 2,62,179 મતદારો છે. જેમાં 1,41,692 પુરુષ મતદારો છે. જયારે 1,20,487 મહિલા મતદારો છે. આ બેઠક પર કુલ 240 પોલીંગ બુથ છે.

વિધાનસભા ચૂંટણીનો વર્ષવાર ચિતાર

- વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે જીત્યા હતા
- કોંગ્રેસના ઉમેદવાર બીપીન ગઢવીને 40.55 ટકા મતથી હાર્યા હતા.
- ભાજપના ઉમેદવાર હસમુખ પટેલને 67.36 ટકા મત મળ્યા હતા.
- કોંગ્રેસના ઉમેદવાર બીપીન ગઢવીને 26.31 ટકા મત મળ્યા હતા.

અમરાઈવાડી વિધાનસભા બેઠક પરના જાતીય સમીકરણ
પટેલ 19.6 ટકા,
એસ.સી. 15.2 ટકા,
પરપ્રાંતીય 13.0 ટકા,
પ્રજાપતિ 10.0 ટકા,
બ્રાહમણ 6.5 ટકા,
ક્ષત્રિય 6.5ટકા,
જૈન 3.0 ટકા

આમ, જોવા જઈ એ તો પાટીદાર, દલિત અને ઓબીસી મતદારો પ્રભાવી છે. જો કે તેમાં પાટીદાર મતદારોમાં મોટાભાગના પાટીદારો ઉત્તર ગુજરાતના વતની છે. તેથી જો આ બેઠક પર પાટીદાર અનામત આંદોલનનો પ્રભાવ પડે તો ભાજપ માટે મુશ્કેલી ઉભી થાય તેમ છે. તેમજ આ બેઠક જીતવા માટે કોંગ્રેસે પણ મજબુત ઉમેદવારની પસંદગી કરવી પડશે. જેના પગલે હાલ ભાજપ પાસે રહેલી આ બેઠક મેળવવા બંને રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments