Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદના નવા મહિલા મેયરની આજે મ્યુનિ.બોર્ડમાં થનારી વરણી

- ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં નામો નક્કી થયાં

- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અંગેનું ચિત્ર પણ સ્પષ્ટ થઇ જશે,ડેપ્યુટી મેયર અને પક્ષના નેતાની પણ નિયુક્

અમદાવાદ,તા.13 જૂન 2018, બુધવાર

અમદાવાદના વર્તમાન મેયરની ટર્મ પુરી થતી હોવાથી આવતીકાલ શુક્રવારે સવારે ૧૧ વાગ્યે મળનારી બોર્ડની સામાન્ય સભામાં નવા મહિલા મેયરની વિધિવત વરણી થશે. પાર્લામેન્ટરી બોર્ડની મિટીંગમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર અને પક્ષના નેતાના નામો નક્કી થઇને કવર બની ગયું છે. આ કવરને લઇને ભાજપ સંગઠનના આગેવાન સવારના આવશે અને ભાજપના કોર્પોરેટરોની એજન્ડા મિટીંગમાં તે ખોલશે.

મેયરના નામ અંગે ગુપ્તતા રખાઇ છે. પરંતુ મેયર પટેલ હોય તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બ્રાહ્મણ અને મેયર બ્રાહ્મણ હોય તો સ્ટેન્ડિંગ ચેરમેન પટેલ હોવાની સંભાવના છે. ડેપ્યુટી મેયર અને પક્ષના નેતાના પદો બક્ષીપંચ અને દલિત સિનિયર કોર્પોરેટરના ફાળે જશે.

દંડકને રિપીટ કરાશે કે બદલાશે તે હજુ નક્કી નથી. હાલ મેયર તરીકે બીજલ પટેલ, નંદિની પંડયા, જૈમીની દવે, નિશાબેન ઝા અને હિરાબેનના નામો ચર્ચાય છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જતીન પટેલ, અમુલ ભટ્ટ, અમીત શાહના નામો આગળ છે. જોકે ભાજપની અત્યાર સુધીની પદ્ધતિ પ્રમાણે બહુ ચગેલા નામો છેલ્લી ઘડીએ કપાઇ જાય અને નવા જ નામો આવી જાય તેવી પુરેપુરી સંભાવના છે.

ગુજરાતમાં થયેલા જાતિવાદી આંદોલનો અને એના કારણે ઉભા થયેલા વાતાવરણના કારણે મોવડી મંડળ જ્ઞાાતિજાતિના સમીકરણો બેસાડવા સારી એવી કવાયત કરી છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના ફોર્મ ભરાયા ત્યારે કોઇ નામ અંગે તીવ્ર ખેંચતાણ વચ્ચે સંમતી સાંધી ન શકાતા ચેરમેન પદના તમામ દાવેદારોને ફોર્મ ભરાવી દીધા છે.

બોર્ડ પહેલા ત્રણ સભ્યોને ફોર્મ પાછા ખેંચવા આદેશ આપશે. તેના આધારે ચેરમેન અંગેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ભાજપમાં પહેલી વખત ગડમથલ થઇ છે. અને ૧૨ જગ્યા સામે ૧૫ ફોર્મ ભરાવવા પડયા છે. નવા હોદ્દેદારો ૨૦૧૯ની ચૂંટણીને નજર સામે રાખીને નક્કી કરાશે. એટલું જ નહીં વર્તમાનમાં ખાડે ગયેલા વહિવટને પાટા પર ચઢાવી વિકાસ કામોની ઝડપ દેખાડવી પડશે. જુથબંધી અને વિપક્ષના કોર્પોરેટરો બોર્ડમાં આક્ષેપો કરતા હોય ત્યારે તેના ટેકામાં ઉભા થઇ જતા સિનિયર સભ્યોને પણ કાબુમાં રાખવાની અઘરી કામગીરી પાર પાડવી પડશે.

Post Comments