Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હેલમેટ સર્કલ નજીક એએમટીએસ બસે ટક્કર મારતા બાઈકચાલકનું મોત

- અકસ્માતના ત્રણ બનાવમાં ત્રણનાં મોત

- બાપુનગરમાં બીઆરટીએસ બસની અડફેટે આવતા એક્ટીવા ચાલક મોતને ભેટયો

અસલાલીમાં કારે ટક્કર મારતા બાઈકસવારનું મોત
અમદાવાદ, તા.12 જૂન, 2018, મંગળવાર

અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવમાં હેલ્મેટ સર્કલ અને બાપુનગરમાં મ્યુનિ.ની બસે ટક્કર મારતા બે જણાના મોત થયા હતા. જ્યારે અસલાલીમાં કારએ અડફેટે લેતા એક બાઈકચાલક મોતને ભેટયો હતો.

પ્રથમ બનાવની વિગત મુજબ દરિયાપુરમાં કડીયાનાકા મોટીપોળમાં રહેતો પવન વિનોદચંદ્ર પ્રજાપતિ (૨૯) એસ.જી હાઈવે પર એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. ૧૧ જુનના રોજ તે કંપનીના કામથી પ્સર બાઈક લઈને વિજય ચાર રસ્તાથી હેલ્મેટ સર્કલ તરફ જઈ રહ્યો હતો.

દરમિયાન પુરપાટ ઝડપે જઈ રહેલી રૃટ નંબર ૫૨ ની એએમટીએસ બસે બાઈકને પાછળથી ટક્કર મારતા પવનના માથામાં અને શરીર પર ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતુ. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં માણસામાં રોહીતવાસમાં રહેતા બાબુભાઈ પરમારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમનો ભત્રીજો રાહુલ હીરાવાડી બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી એક્ટીવા લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે પુરપાટ ઝડપે જઈ રહેલી બીઆરટીએસ બસે ટક્કર મારતા રાહુલને ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું. તેમણે બીઆરટીએસ બસના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે દસ્ક્રોઈના મિરોલી ગામમાં રહેતા અને ટયુશન ક્લાસીસ ચલાવતા વિષ્ણુભાઈ ધીરુભાઈ પટેલ (૩૦) બાઈક પર ઓડ ગામથી પિરાણા રોડ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પુરપાટ ઝડપે જઈ રહેલી કારએ ટક્કર મારતા વિષ્ણુભાઈને ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું હતું. અસલાલી પોલીસે કારના નંબરને આધારે તપાસ હાથ ધરી છે.

Post Comments