Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સગીર-સગીરાઓ સાથે જાતિય દુષ્કર્મ કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજાનો આદેશ

- 'પોક્સો' કાયદા સંદર્ભે હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

- કાયદો હોવા છતાં દુષ્કર્મોને અવગણી ન શકાય : 'પોક્સો' વિશે બહોળો પ્રચાર કરવા ગુજરાત સરકારના વિભાગોને

અમદાવાદ, તા.13 જૂન 2018, બુધવાર

ગુજરાત હાઈકોર્ટે આજે પોક્સો કેસના એક દોષીને ટ્રાયલ કોર્ટે આપેલી સાત વર્ષની સજા રદ કરી દસ વર્ષની સજાનો આદેશ આપ્યો હતો અને નોંધ્યું હતું કે બાળકો સાથેના જાતીય દુર્વવ્યાહારનો ગુનો હોય ત્યારે આઈપીસી(ઇન્ડિયન પીનલ કોડ) અને પોક્સો(પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્યુઅલ ઓફેન્સિસ)માંથી જે કાયદા હેઠળ વધુ સજાની જોગવાઈ હોય તે સજા આપવી જોઈએ. આ સાથે જ કોર્ટે નોંધ્યું છે કે સગીરવયના છોકરા-છોકરીઓ પોક્સો કાયદાની ગંભીરતા સમજે અને સગીરવયે બંધાતા જાતીય સંબંધો મામલે કાયદાની જોગવાઈ સમજે અને આવા સંબંધો બાંધવાનું પગલું ન લે તે માટે રાજ્ય સરકાર, શાળાઓ અને અન્ય સંસ્થાઓને ઘટતું કરવું જોઈએ.

આ કેસની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા ની સ્પેશિલ પોક્સો કોર્ટે વર્ષ ૨૦૧૭ની ૨૮મી જુલાઈએ અશોક પરમાર નામના ૧૯ વર્ષના આરોપીને ૧૫ વર્ષની સગીરાને ભગાડીને લઈ જવા બદલ અને દુષ્કર્મ આચરવા બદલ અપહરણ અને બળાત્કાર માટે દોષી ઠેરવ્યો હતો ઉપરાંત પીડિતા સગીર હોવાથી પોક્સો કાયદાની કલમ-૩ અને ૪ મુજબ દોષી ઠેરવી સાત વર્ષની સજા કરી હતી. નીચલી અદાલતના આ હુકમને રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને આરોપીને ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

આરોપી તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે પીડિતાએ ભાગવા માટે સંમતિ આપી હતી. જ્યારે રાજ્ય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશ જાનીએ રજૂઆત કરી હતી કે પીડિતા સગીરવયની હોવાથી તેની સંમતિ કાયદાકીય રીતે માન્ય ન ગણાય. બન્ને પક્ષોની દલીલ સાંભળી જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એ.વાય. કોગજેની ખંડપીઠે એવો ચુકાદો આપ્યો હતો કે સગીરવયે બંધાતા જાતીય સંબંધો મામલે અને પોક્સો કાયદાની જોગવાઈઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે આરોપીને ૧૦ વર્ષની સજા કરવામાં આવે છે.

જ્યારે બાળકો સાથેના જાતીય દુર્વ્યવહારનો ગુનો હોય ત્યારે આઈપીસી અને પોક્સો બન્નેમાંથી જે કાયદાની જોગવાઈમાં વધુ સજા હોય તે સજા આરોપીની આપવી જોઈએ. કારણ કે બાળકોને જાતીય શોષણથી રક્ષણ મળે તે માટે વર્ષ ૨૦૧૨માં પોક્સો કાયદો અમલમાં આવ્યો હોવા છતાં જો આવા બનાવો બનતા હોય તો આરોપીઓએ સગીર વયના છોકરા અથવા છોકરી સાથે આચરેલા દુષ્કર્મને અવગણી ન શકાય.

હાઈકોર્ટે અવલોકન નોંધ્યુ હતું કે અત્યારે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોના વ્યાપના કારણે કુમળી વયના છોકરા-છોકરીઓ એકબીજાની ખૂબ નજીક આવી જાય છે અને તેઓ કાયદાની જોગવાઈઓથી અજાણ હોય છે. તેઓ આવા સંબંધો બાંધવાનું પગલું ભરે તેના વિશે કાયદા અને કોર્ટનો શું અભિગમ છે તે વિશે તેમને માહિતગાર કરવા જોઈએ. પુખ્તતાના દ્વારે ઉભેલા આ બાળકો જ્યારે કાયદાનો ભંગ કરે છે ત્યારે તેમના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને બૌદ્ધિક જીવન પર ઘણી અસર પડે છે. રાજ્યના પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ અને અન્ય એજન્સીઓને આદેશ આપવામાં આવ્યો છે કે પોક્સો કાયદા વિશે લોકોમાં સમજણ કેળવાય તે માટે બહોળી માત્રામાં પ્રચાર કરવામાં આવે.

Post Comments