Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રેરણાતીર્થ દેરાસર પાસે ઈનોવાએ ટક્કર મારતા ૪૫ વર્ષની વ્યક્તિનું મોત

-અમદાવાદમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ

-કારની પાછળ હનુમાનજીનો ફોટો અને અભિનંદન લખેલું છે

અમદાવાદ, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

સેટેલાઈટમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે પુરપાટ ઝડપે જઈ રહેલી ઈનોવા કારે રસ્તો ઓળંગી રહેલી ૪૫ વર્ષીય વ્યક્તિને અડફેટે લેતા તેમને ગંભીર ઈજા થઈ હતી. સારવાર અર્થે તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિાન તેમનું મોત નીપજ્યું હતું. આનંદનગર પોલીસે ફરાર કારચાલકની સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ આનંદનગરમાં જોધપુર ગામમાં રહેતા અને કલરકામ કરતા સુરેશભાઈ સોમાજી ઠાકોર (૪૫) તા. ૧૨.૨.૨૦૧૮ નાં રોજ રાત્રે ૯.૧૫ વાગ્યે પ્રેરણાતીર્થ દેલાસર, ગાર્ડન રેસ્ટોર્નટ ચાર રસ્તા નજીકથી રસ્તો ઓળંગી રહ્યા હતા.

દરમિયાન પુરપાટ ઝડપે જઈ રહેલી સફેદ કલરની ઈનોવા કારે તેમને ટક્કર મારી હતી. જેમાં સુરેશભાઈને માથામાં અને શરીરે ગંભીર ઈજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ઈનોવા કારની પાઠળના કાચ પર હનુમાનજીનો ફોટો તથા અભિનંદન ળખેલું છે. તે સિવાય પોલીસે નજીકના સીસીટીવી કેમેરાના દ્રશ્યો કબજે કર્યા છે. જેમાં પુરપાટ ઝડપે જતી કાર સુરેશભાઈને અડફેટે લેતી નજરે ચડે છે.

જોકે કારનો નંબર મળી શક્યો નથી, એમ પોલીસે કહ્યું હતું. પોલીસે અન્ય ઠેકાણાના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.આનંદનગર પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments