Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ ૪.૪૬ લાખ મતદારો વધ્યા

- મતદાર યાદીનો સુધારણા કાર્યક્રમ ચાલુ જ છે

- ૨૦૧૮ની મતદાર યાદી મુજબ ૧૮ થી ૧૯ વર્ષના ૮.૫૨ લાખ અને ૮૦ વર્ષથી વધુના ૭.૧૫ લાખ મતદારો છે

અમદાવાદ, તા.16 મે 2018,બુધવાર

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા મત વિભાગની મતદાર યાદી માટે ૧લી જાન્યુઆરી- ૨૦૧૮ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. હવે આખરી મતદાર યાદીમાં મતદારોની સંખ્યામાં ૪.૪૬ લાખનો વધારો થયો છે. હજુ પણ મતદાર યાદીમાં નામ નોંધાવવા કે ફેરફાર કરવાનો સુધારણાનો કાર્યક્રમ ચાલુ જ છે. તૈયાર કરાયેલી આ મતદાર યાદીને આધારે લોકસભાની ચૂંટણી યોજાશે.

ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું હતું કે, ૧ જાન્યુઆરી- ૨૦૧૮ની આખરી પ્રસિદ્ધ કરાયેલી મતદાર યાદી અનુસાર છેલ્લી ચૂંટણીમાં ૨૨૬ ૫૩ ૩૬૮ પુરુષ મતદારો નોંધાયેલા હતા. તેમાં ૨૨૬ ૪૮૮નો વધારો થયો છે.

આ જ રીતે કુલ ૨૦૮૭૪૪૫૦ સ્ત્રી મતદારો હતા. જેમાં પણ ૨૨૦૩૭૭નો વધારો થયો છે. ત્રીજી જાતિના ૭૦૨ મતદારોમાં ૧૦૮નો વધારો થયો છે. વિધાનસભાની ચૂંટણીમાં ૪૩૫૨૮ ૫૨૦ મતદારો હતા હવે તેમાં વધારો થતાં કુલ મતદારોની સંખ્યા ૪૩૯૭૫ ૪૯૩ની થઈ છે.

આમાં રસપ્રદ બાબત એ છે કે ૧૮ થી ૧૯ વર્ષના ૮૫૨૨૭૯ જ્યારે ૮૦ વર્ષથી મોટી ઉંમરના ૭૧૫૧૮૭ મતદારો છે. રાજ્યભરનાં કુલ નોંધાયેલા પૈકીમાંથી ૨ ટકા મતદારો તદ્દન યુવાન છે. જ્યારે ૯૯.૯૯ ટકા મતદારોની ઈમેજ-ફોટોગ્રાફ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવી છે તેમજ તેઓને મતદાર ફોટો ઓળખકાર્ડ પણ અપાયા છે.

ઘાટલોડિયામાં સૌથી વધુ ૨,૪૪૦ મહિલા મતદારો ઉમેરાઇ
અમદાવાદમાં ૩૮ દિવસમાં જ ૪૫ હજારથી વધુ નવા મતદારો નોંધાયા
અમદાવાદ જિલ્લામાં તાજેતરમાં હાથ ધરાયેલી સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણામાં અમદાવાદમાં ૪૫,૫૯૨ મતદારોનો વધારો થયો છે. જેમાં ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ નવા મતદારો ઉમેરાયા છે. મહત્વની બાબત એ જેવા મળી કે અમદાવાદમાં કુલ ૨૧ વિધાનસભા મતક્ષેત્રમાંથી ૧૫ માં પુરૃષ મતદારો કરતા મહિલા મતદારોની સંખ્યામાં વધુ ઉમેરો જોવા મળ્યો છે. અમદાવાદમાં કુલ મતદારોની સંખ્યાનો આંકડો ૫૩,૨૦,૬૫૪ થયો છે.

૧૫ વિધાનસભા ક્ષેત્રમાંં મહિલા મતદારો વધુ ઉમેરાઇ
અમદાવાદમાં તા.૫-૧-૧૮ થી ૧૨-૨-૧૮ દરમિયાન હાથ ધરાયેલી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા યાદી દરમિયાન જિલ્લામાં ૨૨,૪૩૦ પુરૃષ અને ૨૩,૧૫૩ મહિલા તેમજ ત્રીજી જાતિના ૯ મતદારોનો ઉમેરો થયો છે. આ વખતે મહિલા મતદારોએ મતદારયાદીમાં નામ નોંધાવવામાં વધુ રસ દાખવ્યો છે. વિરમગામ, સાણંદ, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, દાણીલીમડા, અસારવા અને ધંધૂકા વિધાનસભા મતક્ષેત્રમાં આ વખતે મહિલા મતદારો વધુ નોંધાવવા પામી છે.

અમદાવાદ જિલ્લામાં ત્રીજી જાતિના કુલ મતદારોની સંખ્યા ૧૧૧ થવા પામી છે. જેમાં નરોડામાં સૌથી વધુ ૨૨ ત્રીજી જાતિના મતદારો નોંધાવા પામ્યા છે. અમદાવાદમાં કુલ મતદારોમાંથી ૨૫,૩૬,૦૩૬ સ્ત્રી મતદારો નોંધાઇ છે.

Post Comments