Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિંચાઇ યોજનાના મુદ્દે ગૃહમાં ઘર્ષણ કોંગ્રેસના ૨૯ સભ્યોને સસ્પેન્ડ કરાયા

- 'ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી' સૂત્રોચ્ચાર ગુંજયા

- વેલમાં ધસી આવેલા ઘણા સભ્યોને ટીંગાટોળી કરીને સારજન્ટોએ બહાર કાઢ્યા

કોંગ્રેસના દંડકની માગણીને પગલે બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી બાદ પરત લેવાયા
અમદાવાદ, તા. 13 માર્ચ, 2018, મંગળવાર

વિધાનસભાનાં બજેટ સત્રનો મંગળવારનો દિવસ તોફાની બની રહ્યો હતો. સિંચાઇ યોજના અને કૃષિ ક્ષેત્ર તથા ખેડૂતોનાં પ્રશ્ને શાસક ભાજપ પર વિપક્ષ કોંગ્રેસે પસ્તાળ પાડી હતી. બાદમાં બંને પક્ષના સભ્યો વચ્ચે આમને સામને આવી જતા ઘર્ષણની સ્થિતિ ઉભી થિ હતી. મામલો કાબુ બહાર જઈ રહ્યાનું લાગતા જ અધ્યક્ષે કોંગ્રેસના વેલમાં ધસી આવેલા ૨૯ ધારાસભ્યોને આખો દિવસ એટલે કે બંને બેઠકમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. વેલમાં બેસી ગયેલા કેટલાક સભ્યોને સારજન્ટોએ ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા.

માગણીઓ પરની ચર્ચાનો જવાબ આપવા ઉભા થયેલા કેબિનેટ મંત્રી આર.સી. ફળદુએ એવું કહ્યું કે ૧૯૯૫ પછી સિંચાઈ યોજના બની જ નથી એવો વિરજી ઠુમ્મરનો આક્ષેપ છે. તો હું હવે, ૧૯૯૫ પછી બનેલી સિંચાઈ યોજનાઓનાં નામ આપું છું. આવું કહી તેઓએ નામ બોલવાનું શરૃ કરય્ હતું. જેને પગલે ઠુમ્મરે ઉભા થઈ બૂમ બરાડા શરૃ કર્યા હતા.

અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ઠુમ્મરને શાંત રહેવા અને બેસી જવાની અનેક વખત વિનંતી કરી હતી. છેલ્લે સસ્પેન્ડ કરવાની ચેતવણી આપ્યા છતાં ઠુમ્મર ગુસ્સામાં કશુંક બોલી રહ્યા હતા. આથી અધ્યક્ષે ઠુમ્મરને મંગળવારની બંને બેઠક માટે સસ્પેન્ડ કરી દઈ બહાર મોકલી આપ્યા હતા. જેને પગલે કોંગ્રેસના અન્ય સભ્યોએ પણ ઉભા થઈ શોરબકોર કરી મુકયો હતો. બીજી બાજુ વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ તુરંત ગૃહમાં આવી ગયા હતા.

ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર શરૃ કરાયા હતા. અધ્યક્ષ દ્વારા અવારનવાર શાંતિ જાળવવા અને બેસી જવાની અપીલ કરાઇ હતી. આમ છતાં કોંગ્રેસનાં સભ્યો માન્ય નહોતા. ત્યારબાદ કોંગ્રેસનાં સભ્યો વેલમાં ધસી આવતાં અધ્યક્ષે આવા તમામ ૨૯ ધારાસભ્યોને બંને બેઠકમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. 'જય સરદાર જય કિસાન'ના નારા લગાવતા લગાવતાં ધારાસભ્યો ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. જયારે વેલમાં બેસી ગયેલા સભ્યોને ઉંચકીને બહાર કઢાયા હતા. ગૃહમાં લગભગ ૧૦ થી ૧૨ મિનિટ સુધી આવી ધમાલ ચાલી હતી.

બપોરે રિશેષ બાદ ૩ વાગ્યે ગૃહ ફરીથી મળ્યું ત્યારે કોંગ્રેસના દંડક અમિત ચાવડાએ અધ્યક્ષને સસ્પેન્ડ કરાયેલા તમામ સભ્યોને પરત લેવાની વિનંતી કરી હતી. પરંતુ અધ્યક્ષે પ્રશ્નોત્તરી પછી વાત સાંભળવાનું કહેતા કોંગ્રેસનાં તમામ સભ્યોએ પ્રશ્નોત્તરીનો વોકઆઉટ કર્યો હતો. ત્યારબાદ પ્રશ્નોતરી કાળ પૂરો થાય તેના પાંચ મિનિટ પહેલા ફરીથી ગૃહમાં પરત આવી ગયા હતા.

દંડક ચાવડાએ ફરીથી રજૂઆત કરી હતી કે ઘણા ધારાસભ્યોને માગણીઓ પરની ચર્ચામાં બોલવાનું હોઈ, સસ્પેન્શન પાછું ખેંચો. સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ કહ્યું કે અમે મોટુ મન રાખીએ છીએ અને તેઓ કાર્યવાહીમાં ભાગ લે તો અમને વાંધો નથી. જેને પગલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તમામ સભ્યોને ઠપકો અને ભવિષ્યમાં આવું નહીં કરવાની તાકીદ કરીને સસ્પેન્શન પાછુ ખેંચ્યું હતું. જેથી કોંગ્રેસના તમામ સભ્યો ફરીથી ગૃહમાં આવી ગયા હતા.

Post Comments