Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

2022-23 શિન્ઝો સાથે બેસીને બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન કરવાનું સપનુ છેઃ વડાપ્રધાન

- બુલેટ ટ્રેન અમદાવાદથી આમચી મુંબઈનું અંતર ઓછુ કરી નાંખશે

અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર 2017, ગુરૂવાર

સાબરમતી રેલવે સ્ટેશન પાસે એથ્લેટ મેદાનમાં કરવામાં આવેલ બુલેટ ટ્રેનના ખાદ્યમૂહુર્ત વખતે વડાપ્રધાને ન્યૂ ઈન્ડિયાના સપના સાકાર કરવા અને ભવિષ્યમાં જાપાની વડાપ્રધાન અને તેમના ખાસ મિત્ર શિન્ઝો આબે સાથે બેસીને બુલેટ ટ્રેનમાં ફરવાનું સપનુ સાકાર કરવા પ્રયત્નશીલ રહેવાનું કહી અમદાવાદીઓનો આભાર માન્યો હતો.

508 કિલોમીટર મુંબઈથી અમદાવાદ દોડનારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રૂા. 1.08 લાખ કરોડનો છે એટલે કે લગભગ 17 અરબ ડોલરના હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટનો પાયો નાંખ્યો હતો.
જાણો વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે શુ કહ્યુ.

- તમામ ગુજરાતીઓનો આભાર કે જાપાનના મહેમાનનું આટલુ ઉશ્માભર્યુ સ્વાગત કર્યુ
- 2022-23 શિંન્ઝો સાથે બેસીને અમે યાત્રા કરીને ઉદઘાટન કરીએ એવું સપનું
- સારો મિત્ર સંબંધ અને સમયની સીમાઓથી પર હોય છે. જાપાન ભારતનો એવો જ મજબૂત મિત્ર છે.
- કોઇપણ દેશના વિકાસ માટે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખૂબ જ મહત્વની
- બીજા વિશ્વયુદ્ધ પછી બુલેટ ટ્રેનને જાપાનના અર્થજગતને બદલી નાંખ્યું
- ગુજરાતીઓ-અમદાવાદીઓ વસ્તુ ખરીદવા જઈએ તો તોલમોલ કરીને ખરીદે છે.
- બીજા વિશ્વયુદ્ધ પછી બુલેટ ટ્રેનને જાપાનના અર્થજગતને બદલી નાંખ્યું
- ભારતએ એવો મિત્ર મળ્યો જેણે બુલેટ ટ્રેન માટે 0.1% વ્યાજે લોન આપી
- બુલેટ ટ્રેન જાપાન તરફથી ભારતને ગિફ્ટ છે
- બુલેટ ટ્રેન આપણા અમદાવાદથી આમચી મુંબઈ જશે
- મુંબઇ-અમદાવાદ માટે હવાઇયાત્રા માટે જેટલો સમય લાગે છે તેના કરતાં પણ ઓછા સમયમાં ટ્રાન્સપોર્ટેશન કરાશે
- વડોદરામાં હાઈસ્પીડ ટ્રેનિંગ ઈન્ટિટ્યુટની સ્થાપના, જાપાનની મદદથી આ થશે
- ગુજરાતીઓ અને ભારતના જવાનોને સ્કિલ ડેવલપમેન્ટ આ ઈન્ટિટ્યુટથી થશે
- આ પ્રોજેક્ટ 21મી સદીમાં પાયો નાંખવાની આ શરૂઆત છે
- જાપાનની વસ્તી છે એટલા લોકો રેલવેમાં મુસાફરી કરે છે
- સ્કોપ અને સ્પીડ છે અને તમારી પાસે સ્કિલ છે તેને લઈને આપણે આગળ વધીશું
- ગુજરાત અને મહારાષ્ટ્રનો આભાર માન્યો

Post Comments