Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંડિગો જમાવી બેઠેલા ૨૦૦ વૃધ્ધ નેતાઓને સાઇડલાઇન કરાશે

- ઘરડા કોંગ્રેસી નેતાઓને સલાહકાર, યુવાઓ કાર્યકરોને નેતા બનાવાશે

- રાજકીય બેકગ્રાઉન્ડ વિનાના પ્રતિભાશાળી યુવાઓની શોધખોળ જારી

અમદાવાદ, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

ગુજરાતમાં ભાજપ સામે ટક્કર આપવા ઘરડી અને સુશુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસને યુવાઓના જોર જીવંત કરવા હાઇકમાન્ડે સ્ટ્રેટેજી ઘડી છે. ગુજરાત કોંગ્રેસમાં હવે સંગઠનમાં અંડિગો જમાવીને બેઠેલાં ઘરડા નેતાઓન સલાહકાર બનાવી સાઇડલાઇન કરવા વિચારણા ચાલીછે જયારે રાજકીય બેકગ્રાઉન્ડ વિનાના પ્રતિભાશાળી અને પ્રજાલક્ષી કામ કરતાં યુવા કાર્યકરોને નેતા તરીકે કોંગ્રેસમાં પ્રમોટ કરવા રણનીતિ ઘડવામાં આવી છે.

સૂત્રો કહે છેકે, કોંગ્રેસમાં છેલ્લા કેટલાંય વખતથી જૂથવાદ અને સગાવાદને આધારે જ સંગઠનમાં નિમણૂંકો કરવામાં આવી રહી છે જેના પગલે સંગઠનની અસરકારક કામગીરી રહી નથી. આ ઉપરાંત પ્રદેશના માળખામાંય ૫૦-૫૫થી વધુ વયના વરિષ્ઠ આગેવાનો વર્ષોથી અંડિગો જમાવીને બેઠાં છે.ફિલ્ડમાં કામ કરતા ન હોવાથી આ વૃધ્ધ આગેવાનોનો લોકપ્રભુત્વ રહ્યુ નથી. ઘણાં આગેવાનો તો વિધાનસભાની ચૂંટણી જીતવા ય સક્ષમ રહ્યાં નથી.

આ સંજોગોમાં રાહુલ ગાંધીની સૂચનાને પગલે કોંગ્રેસમાં ઘરડા-વરિષ્ઠ ૨૦૦થી વધુ આગેવાનોને સલાહકાર તરીકે કામ સોંપીને હળવેકથી સાઇડલાઇન કરવા સૂચના આપી દેવાઇ છે. જયારે માસ લિડર હોય,યુવા હોય,પ્રજાલક્ષી કામો કરતાં હોય,જનસંપર્ક ધરાવતાં હોય,રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા પાયાના યુવા કાર્યકરોની શોધખોળ ચાલી રહી છે તેમનુ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. આવા કાર્યકરોને રાજ્ય-જીલ્લાકક્ષાએ પ્રમોટ કરવા નક્કી કરાયુ છે.પક્ષમાં રાજકીય સગાવાદ આધારે હોદ્દો મેળવનારાંને પણ ઘરનો રસ્તો દેખાડવા નિર્ણય લેવાયો છે.

કોંગ્રેસની અત્યારે સંવાદયાત્રા નીકળી છે જેમાં પ્રદેશ પ્રમુખ-વિપક્ષના નેતા દરેક જિલ્લામાં ફરી કાર્યકરો સાથે સંવાદ કરી રહ્યાં છે. આ સંવાદ યાત્રા વાસ્તવમાં નવા ચહેરોના શોધયાત્રા બની રહેવાની છે. હવે એવુ નક્કી કરવામાં આવ્યુ છેકે,ભાજપ સામે લડત આપવા ફિલ્ડમાં યુવાઓને કામે લગાડાશે જયારે વરિષ્ઠોનુ માત્ર માર્ગદર્શન લેવાશે.આમ,કોંગ્રેસને જીવંત બનાવવા તૈયારીઓ કરવામાં આવી છે.

Post Comments