Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અક્ષર રેસી.ના બિલ્ડરના કર્મચારીઓનો સોસાયટીની મહિલાઓ પર હુમલો

-બિલ્ડરે લાઈટબિલ નહી ભરતા કોમન વીજ પુરવઠો બંધ

 

વડોદરા,તા.12 ઓક્ટોબર,ગુરુવાર
શહેરના વડસરરોડ પર આવેલી અક્ષર રેસી.સોસાયટીની મહિલાઓ સાથે સોસાયટીના બિલ્ડરના કર્મચારીઓએ કપડાં ધાવો માટે પાણીનો વપરાશ કરવાના મુદ્દે  ઝઘડો કરી હુમલો કરતાં હોબાળો મચ્યો હતો. આ બનાવની સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરતાં માંજલપુર પોલીસે ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદના પગલે બિલ્ડરના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી હતી.

વડસર રોડ પર બ્રિજ પાસે આવેલા અક્ષર રેસીડેન્સીમાં ગઈ કાલથી  કોમન લાઈટનું કનેકશન લાઈટબિલ નહી ભરવાના કારણે કપાઈ જતાં સોસાયટીના દરેક ટાવરમાં પાણી ચઢાવી શકાયું નહોંતુ જેના કારણે મહિલાઓની હાલત કફોડી બની હતી.  બુધવારે  સવારે ૯.૩૦ વાગ ડી. ટાવરમાં રહેતાં ૫૦ વર્ષીય લક્ષ્મીબહેન ચુનીલાલ મારવાડી ે તેમજ સોસાયટીની અન્ય મહિલાઓ તેઓના ટાવરની સામે બની રહેલા અન્ય ટાવરમાં પાણી આવતું હોઈ ત્યાં કપડાં ધાવો માટે ગયા હતા.


દરમિયાન ત્યાં હાજર બિલ્ડરના કર્મચારીઓ સુપરવાઈઝર સંદીપ,અમિત અને દિપકે મહિલાઓને ત્યાં કપડાં ધોવાની ના પાડી હતી અને ત્યાંથી જતા રહેવા માટે જણાવ્યું હતું.મહિલાઓએ તેઓના ટાવરમાં પાણી આવતું નથી માટે ત્યાં કપડાં ધોવા માટે આવ્યા છે અને કપડાં ધોઈ તુરંત જતા રહેશે તેવી વિનંતી કરી હતી પરંતું તેમ છતાં સુપરવાઈઝર સહિતની ત્રિપૂટીએ મહિલાઓને અપશબ્દો કહ્યા હતા અને તમે અમારી ટાઈલ્સ તોડી નાખી છે તેમ કહી જોરજોરથી અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપી હતી અને લક્ષ્મીબહેન પર હુમલો કરી તેમને ધક્કો મારી પાડી દીધા હતા જેના પગલે તેમના હાથ અને પીઠમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવનો સોસાયટીના રહીશોએ ભેગા થઈ વિરોધ કરી  પોલીસ કન્ટ્રોલ રૃમમાં જાણ કરતા માંજલપુર પોલીસે ઘટનાસ્થળે દોડી ઓવીને પરિસ્થિતિ થાળે પાડી હતી.  લક્ષ્મીબહેનની ફરિયાદના પગલે પોલીસે અમિત મુળજીભાઈ કટારિયા (આંબેડકરનગર,સમતા), દિપક રામચંદ્ર મોરે (રાજારામ સોસાયટી,મુંજમહુડા) અને સંદીપ ગોપાલ બારિયા (મહેશ કોમ્પ્લેક્સ,વાઘોડિયા રોડ)ની ધરપકડ કરી હતી.
 

Post Comments