Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'વિકાસની કિંમત':બે વર્ષમાં અમદાવાદના વન વિસ્તારમાં ૧૩%નો ચિંતાજનક ઘટાડો

-ગાંધીનગર જિલ્લામાં વન વિસ્તારનું પ્રમાણ ૨૦% સુધી વધ્યું:ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા-૨૦૧૭માં થયેલો ખુલા

અમદાવાદ, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

અમદાવાદમાં એકતરફ જ્યાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે વધુ ચિંતાની વાત એવી સામે આવી છે કે છેલ્લા બે વર્ષમાં વનવિસ્તારમાં ૧૩%નો ઘટાડો નોંધાયો છે.

૨૦૧૫ના વર્ષમાં અમદાવાદ જિલ્લામાં વન વિસ્તાર ૧૪૯ સ્ક્વેર કિલોમીટર હતો અને તે ૨૦૧૭ના વર્ષમાં ઘટીને ૧૨૯ સ્ક્વેર કિલોમીટર થઇ ગયો છે. અમદાવાદમાં વન વિસ્તારની અંદરનો ભૌગોલિક વિસ્તાર ૧.૬% છે, જે ૨૦૧૫ના વર્ષમાં ૧.૭૧% હતો.

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા-૨૦૧૭માં ગુજરાતમાં વન વિસ્તારની સ્થિતિ અંગે ખુલાસો થયો છે. જેના અનુસાર પાટનગર ગાંધીનગરના વન વિસ્તારમાં વધારો નોંધાયો છે. ગાંધીનગર જિલ્લામાં ૨૦૧૫માં ગાંધીનગરમાં વનવિસ્તાર ૪૧ સ્ક્વેર કિલોમીટર હતો અને તે હવે વધીને બાવન સ્ક્વેર કિલોમીટર થયો છે.

જોકે, તેની પાછળનું કારણ એ પણ છે કે ગાંધીનગરના વિસ્તારમાં ૬૪૯ સ્ક્વેર કિલોમીટરમાંથી ૨૧૪૦ સ્ક્વેર કિલોમીટરનો વધારો નોંધાતા ત્યાંના વનવિસ્તારમાં પણ વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

 અમદાવાદના વન વિસ્તારમાં થયેલા ઘટાડા માટે તેના વિસ્તારમાં થયેલા પરિવર્તનને કારણભૂત ગણવામાં આવે છે. ૨૦૧૫ના વર્ષમાં અમદાવાદનો વન વિસ્તાર ૮૭૦૭ સ્ક્વેર કિલોમીટર હતોઅને તે ઘટીને ૮૧૦૭ સ્ક્વેર કિલોમીટર થયો છે. અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારને ગાંધીનગરમાં સામેલ કરાતા ભૌગોલિક વિસ્તારમાં ઘટાડો થયો છે. આવી જ રીતે મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારને ગાંધીનગરમાં સામેલ કરવામાં આવ્યા હતા.

જેના કારણે મહેસાણા જિલ્લાના વનવિસ્તારમાં ૫૫ કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોને મતે એકસમયે 'ગ્રીનેસ્ટ સિટી' તરીકે ઓળખાતા ગાંધીનગર પાસેથી આ બિરુદ હવે પાછું લેવું પડી શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. એકસમયે ગાંધીનગર જિલ્લામાં ૧૪૦ સ્ક્વેર કિલોમીટરનો વન વિસ્તાર હતો અને તે હવે ઘટીને ૯૨ સ્ક્વેર કિલોમીટર થઇ ગયો છે.

ચાંદખેડા અને ગાંધીનગર વચ્ચે એક સમયે ખૂબ જ વૃક્ષ જોવા મળતા હતા. પરંતુ હવે ત્યાં રહેણાક વિસ્તારનું પ્રમાણ વધી જતાં વૃક્ષોનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં વસ્ત્રાલ, નિકોલ અને ઘુમા તરફના વિસ્તારમાં આડેધડ વિકાને કારણે વૃક્ષનું પ્રમાણ ઘટી રહ્યું છે. અમદાવાદ શહેરમાં વૃક્ષનું પ્રમાણ વધારવા કોઇ જ ગંભીર પ્રયાસ કરવામાં આવી રહ્યા નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષ વધારવા અભિયાન હાથ ધરાયું હતું. પરંતુ આ અભિયાનને નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર તુલસી તેમજ બગીચાના પ્લાન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેનાથી વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધે નહીં.

ગુજરાતમાં માત્ર ૪% વૃક્ષાચ્છાદિત વિસ્તાર

ગુજરાતમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારનું પ્રમાણ ૮૦૨૪ સ્ક્વેર કિલોમીટર છે. સૌથી વધુ વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં ગુજરાત દેશમાં ચોથા સ્થાને છે. જોકે, આ વાતથી વધુ હરખાવવા જેવું પણ નથી. કેમકે, ગુજરાતના ભૌગોલિક વિસ્તારની સરખામણીએ વૃક્ષચ્છાદિત વિસ્તાર માત્ર ૪% છે. તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે ૨૦૧૧ના વર્ષમાં ગુજરાતમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર ૭૮૩૭ સ્ક્વેર કિલોમીટર હતો. આમ, છ વર્ષમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં વધારો નોંધાયો છે.

અમદાવાદ જિલ્લામાં વન વિસ્તાર

પ્રમાણ ૨૦૧૫ ૨૦૧૭

ભૌગોલિક વિસ્તાર     ૮૭૦૭ ૮૧૦૭

ગાઢ વન વિસ્તાર     ૦૦     ૦૦

મધ્યમ ગાઢ વન વિસ્તાર     ૧૪     ૧૨

ખુલ્લો વન વિસ્તાર    ૧૩૫   ૧૧૭

કુલ    ૧૪૯   ૧૨૯

Post Comments