Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

અમેરિકાનો વિઝા, અમેરિકાનું વિઝન

માણસ એક એવું પ્રવાસી પક્ષી છે જે ક્યારેક વતન ભણી પાછા ઊડવાનું માંડી પણ વાળે છે. તેની આ આદતે જ વિશ્વને વૈવિધ્ય અર્પણ કર્યું છે

આપણે ભારતીયો અમેરિકાના વિઝાને સ્વર્ગની સીડી માનતા આવ્યા છીએ. એમાં ખોટું પણ શું છે? શ્રેષ્ઠ મેળવવાની ઝંખના જ માણસને શ્રેષ્ઠ બનવા તરફ દોરી જતી હોય છે. એમાંય જે પહેલેથી સર્વોત્તમ છે તેને તો સૌથી સારું મળવું જ જોઈએ. ભણવા, ભમવા અને ભવ ભાંગવા માટે ભારતીયો વિશ્વના તમામ દેશોમાં પ્રસર્યા છે,

પરંતુ આજની તારીખે એક ત્રાજવામાં બીજા બધા દેશોના વીઝા અને બીજા ત્રાજવામાં અમેરિકા. સૌથી પહેલા તો અમેરિકાની પ્રજા અને તેમના શાસકોને સલામ કરવી પડે કે તેમણે એક એવું રાષ્ટ્ર બનાવ્યું કે જ્યાં દુનિયા આખીને વસવાનું મન થાય છે.

માત્ર અમેરિકા જ નહીં સમસ્ત વિશ્વ ઇમિગ્રન્ટ્સથી બનેલું છે. આફ્રિકાના સીદી કચ્છમાં ઠરીઠામ થયા છે, બ્રિટિશરો ઓસ્ટ્રેલિયામાં, પારસીઓ ભારતમાં, જર્મન યહુદીઓ અમેરિકામાં, ગુજરાતીઓ યુગાન્ડામાં અને ત્યાંથી વળી લેસ્ટરમાં કોણ જાણે કોણ ક્યાં -ક્યાં સ્થળાંતરિત થઈ ગયું છે.

દાણાપાણીની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને રોપાવાની ડાયસ્પોરિક ઘટના ૨૧મી સદીમાં સૌથી ઝડપથી બની રહી છે. કેવું સરસ મિશ્રણ રચાઈ રહ્યું છે ચોમેર! માણસ એક એવું પ્રવાસી પક્ષી છે જે ક્યારેક વતન ભણી પાછા ઊડવાનું માંડી પણ વાળે છે. તેમની આ આદતે જ વિશ્વને વૈવિધ્ય અર્પણ કર્યું છે.

પણ અમેરિકાને છેલ્લા થોડા વર્ષોમાં જ અગવડ પડી છે તે તેય ખોટી તો નથી જ. અમેરિકી યુવાનો કરતા અડધા પગારે ભારતીય યુવાનોને નોકરીએ રાખવાથી ત્યાંના ધનપતિઓની તિજોરી છલકાઈ રહી હતી, પણ દેશની તિજોરી પર અસર પડતી હતી.

રોજગારી પર અસર પડતી હતી. આવી સ્થિતિમાં કયો દેશ ચિંતા ન કરે? ડોનલ્ડ ટ્રમ્પ આવ્યા પછી તેમણે જહાજનું સુકાન વાળવાની કસરત શરૃ કરી છે. તેમાં સેમી સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ વિઝાધારકો પર જ ખતરો વધવાનો છે. જે છોકરાઓ સારું ભણેલા છે, નિષ્ણાત કક્ષાનું જ્ઞાાન ધરાવે છે તેના માટે તો હજુ લાલ જાજમ બિછાવેલી જ છે.

અત્યારે યુએસની સંસદમાં ખરડો મુકાયેલો છે તે તેની ઇમિગ્રેશન પોલિસીમાં ધરમૂળથી પરિવર્તન લાવનારો છે. ખાસ ફેરફાર થયા વિના તે અમલી બની જશે, તો પ્રતીભાશાળી યુવાનો માટે સપનાંની જિંદગી જીવવાની તક વધુ સરળતાથી મળશે. તેમને જેવા વસાહતીઓ જોઈએ છે તેના જુદા-જુદા ક્રાઇટેરિયા નક્કી કરાયા છે અને તેની અંદર વળી, અલગ-અલગ લાયકાત મુજબ પોઇન્ટ્સ આપતું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે.

કેટલા વર્ષ પૂરા કર્યા?

જે વિઝા અરજદારની ઉંમર કામ કરવા માટે સૌથી વધુ યોગ્ય હશે તેને સૌથી ઝાઝા પોઇન્ટ. સીધો હિસાબ. ૧૮ વર્ષથી નીચેની અને ૫૦ વર્ષથી ઉપરની વ્યક્તિને આ કેટેગરીમાં એક પણ પોઇન્ટ નહીં. ૧૮થી ૨૧ વર્ષનાને ૬ પોઇન્ટ્સ, જો તમે ૨૨થી ૨૫ના છો તો આઠ પોઇન્ટ્સ, ૨૬થી ૩૦ના હોય તો સારામાં સારું. તમને મળે છે બધાયથી ઝાઝા ૧૦ પોઇન્ટ. ૩૧થી ૩૫ આઠ પોઇન્ટ, ૩૬થી ૪૦ વર્ષ છ પોઇન્ટ, રિવર્સ ગીયરમાં આગળ વધીએ ૪૧થી ૪૫ વર્ષ ચાર પોઇન્ટ, ૪૬થી ૫૦ વર્ષ સાવ તળિયે બે પોઇન્ટ્સ.

અંગ્રેજી કેવુંક આવડે?

અંગ્રેજી પરના પ્રભૂત્વની પરીક્ષા લેવાયા બાદ પર્સેન્ટાઇલ અનુસાર પોઇન્ટ્સ આપવામાં આવશે. ૧૦૦ પર્સેન્ટાઇલવાળાને ૧૨ પોઇન્ટ્સ. ૬૦ પર્સેન્ટાઇલથી કમને એક પણ પોઇન્ટ નહીં. ૬૦થી ૮૦ પર્સેન્ટાઇલવાળાને ૬ પોઇન્ટ્સ. ૮૦થી ૯૦ પર્સેન્ટાઇલ મેળવનારને ૧૦ પોઇન્ટ્સ. ૯૦થી વધુ પર્સેન્ટાઇલ પ્રાપ્ત કરનાર વાંછુકને ૧૧ પોઇન્ટ્સ આપવામાં આવશે.

તમે કેટલું ભણેલા છો?

પદ્વી અને પોઇન્ટ્સ સમપ્રમાણમાં ચલે છે. ડીગ્રી જેટલી ઊંચી, પોઇન્ટ્સ એટલા વધુ. જો યુએસમાં ભણ્યા હો તો વધુ મહત્ત્વ અપાય.  અમેરિકા કે પરદેશમાંથી મેળવેલા માધ્યમિક શિક્ષણ માટે એક પોઇન્ટ, સ્નાતક ડિગ્રી માટે છ પોઇન્ટ. યુએસ બહારથી વિજ્ઞાાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિતની માસ્ટર ડીગ્રી લીધી હોય તો આઠ પોઇન્ટ. વિદેશની પ્રોફેશનલ ડિગ્રી કે ડોક્ટરેટ માટે ૧૦ પોઇન્ટ. એવી જ ઉપાધિ અમેરિકામાંથી હાંસલ કરી હોય તો ૧૩ પોઇન્ટ્સ.

પગાર પણ ગણતરીમાં લેવાશે

અમેરિકાના જે રાજ્યમાં નોકરી કરવાની હોય ત્યાંની ઘર દીઠ સરેરાશ આવકના ૧૫૦ ટકા પગાર ઓફર કરાયો હોય તો પાંચ પોઇન્ટ.૨૦૦ ટકા પગાર મળવાનો હોય તો ૧૦ અને ૩૦૦ ટકાવાળા નોકરી વાંછુકને ૧૨ પોઇન્ટ.

તમને નોબેલ પ્રાઇઝ મળ્યો છે?

સ્વીકૃત હોય તેવી વિશિષ્ઠ ઉપલબ્ધીના પણ પોઇન્ટ ગણાશે. જેમ કે નોબેલ પ્રાઇઝ વિજેતાને ૨૫ પોઇન્ટ, ઓલિમ્પિક્સ પદક મેળવનારને ૧૫ પોઇન્ટ.

કેટલા પૈસાનું રોકાણ કરશો?

ઇબીફાઇવ વિઝા માટે તો ભારતીયો અને ચીનીઓનો જબરો ધસારો જોવા મળી રહ્યો  છે. એ જોઇને નવી વિઝા પ્રણાલીમાં  રોકાણને એક ક્રાઇટેરિયા અપનાવવામાં આવી શકે છે. ૧૩.૫ લાખ ડોલરનું રોકાણ કરી અમેરિકામાં નવસાહસ કરવાની ઇચ્છા રાખતા અરજદારને પાંચ પોઇન્ટ્સ. ૧૮ લાખ ડોલરનું રોકાણ કરનારને ૧૩ બિન્દુ આપવામાં આવશે.

હાલ અમેરિકા નોકરી માટે જઈને ત્યાં નવા સંબંધો સ્થાપી લીગલ રેસિડેન્સી મેળવનારાની સંખ્યા ૬૪ ટકા થઈ ગઈ છે. તે ૫૦ ટકાથી શરૃ કરી ૧૦ વર્ષમાં ૪૧ ટકા સુધી લાવવામાં આવશે. એટલે ફાવી જવાની ગણતરીથી યુએસ ગયેલા લોકોને બેશક અઘરું પડશે.

અમેરિકામાં હવે ઇમિગ્રન્ટ્સ તરફ અણગમો શામાટે વધી રહ્યો છે? તેનું એક કારણ આ પણ છે. પીઇડબલ્યુ સંસ્થાના આંકડા મુજબ અત્યારે અમેરિકામાં ૧૧ લાખ ગેરકાયદે આગંતુકો છે અને તેમાંથી પાંચ લાખ ભારતીય છે.

અમેરિકામાં ભારતીયને પર્મનન્ટ રેસિડેન્સી યાને કે ગ્રીન કાર્ડ આપવામાં અન્ય દેશના ઇમિગ્રન્ટ્સ કરતા ઘણો વધારે સમય લગાડવામાં આવે છે. સરેરાશ ૧૨થી ૧૩ વર્ષ. તેની પાછળનું પણ એક કારણ છે. યુએસ ઇમિગ્રેશન સર્વિસના આંકડા અનુસાર છેલ્લા ૧૧ વર્ષમાં ૩૪ લાખ વિદેશીઓએ એચવનબી વિઝા માટે અરજી કરી. તેમાં ૧૧ લાખ ભારતીય હતા. તેની સામે ચાઇનીઝ માત્ર ૨.૯૬ લાખ.

યુનાઇટેડ સ્ટેટ્સમાં કે વિશ્વના કોઈપણ ખૂણે રોટી, કપડાં, મકાન, જ્ઞાાનની શોધમાં જવામાં કંઈ વાંધો નથી. બસ હમણા જ વિદાય લેનારા  જનવિજ્ઞાાની પ્રોફેસર યશપાલની વાત યાદ રાખીએ. 'રીમોટ સેન્સિંગ સેટેલાઇટ લોન્ચ કરતા પહેલા અમેરિકનો ક્યાં તાલીમ લેવા ગયા હતા?'

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- 'ડીયર આર્ટર, તને બેલ્જિયન ફ્રાઇઝ ખૂબજ ભાવે છે. અમને ખબર છે કે તું એને મિસ કરી રહ્યો છે. સ્ટોરમાં પાછો આવી જા. અમે તારી વાટ જોઈ રહ્યા છીએ.' યુરોપિયન પોલીસે ૨૧ મોસ્ટ વોન્ટેડ અપરાધીને પકડવા માટે નવું ગતકડું કર્યું છે. તેમણે આવા જુદા-જુદા અપરાધીના નામ સાથેના પોસ્ટકાર્ડ વહેતા કર્યા છે. તેની પાછળનો હેતુ એ છે કે જનતા અપરાધીઓને ઓળખી પોલીસને જાણ કરે.

- સાઉદી અરેબિયા તેના અર્થતંત્રના ચહેરા પરથી ઓસરી ગયેલી લાલીમા પરત લાવવા પ્રયાસરત છે. આ માટે રાતા સમુદ્રના કાંઠે બિકિની બીચ  બનાવવામાં આવશે, એવી ખબર ખળખળ વહેતી થઈ છે. રૃઢિચૂસ્ત મુસ્લિમ દેશ ધીમે-ધીમે મુક્ત સમાજ તરફ ગતિ કરી રહ્યો છે.

- ચીનની યુવતીઓ હવે વહેલા લગ્ન કરવાને બદલે કારકિર્દી પર ધ્યાન આપવા માગે છે. મોટી ઉંમરે  પરણીને કે સિંગલ રહીને માતા બનવાનું સપનું સાકાર થઈ શકે તે માટે અંડાણુ અમેરિકાના ક્લિનિકોમાં ફ્રીઝ કરાવી રહી છે. આ ઘટના ચીનના બદલાઈ રહેલા સમાજનો ચીલ્લાવતો પુરાવો છે.

- વ્હેલની એક વિશેષતા છે. તેને મરવાની ઇચ્છા થાય ત્યારે તે પાણી ત્યજીને બીચ પર આવી જાય છે. તેના આધારે એક બેવકુફે બ્લુ વ્હેલ ગેમ બનાવી છે. આ ગેઇમમાં એવી તો કોઈ ભુલભુલામણી છે કે એકવાર પ્રવેશ્યા પછી બાળકો રસ્તો શોધતા-શોધતા છેલ્લે મૃત્યુના મુખમાં જ કૂદકો મારી દે છે. વિશ્વમાં અત્યાર સુધીમાં ૧૫૦ બાળકો આ રીતે મોત મીઠું કરી ચૂક્યા છે.


 

Post Comments