Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

આ બધા ઉધામા પુરાણ કાળની આસુરી લીલાની યાદ તાજી કરાવે છે

જો તમે એમ કહેતાં હો કે અગાઉ કોંગ્રેસે પણ આવી મેલી રમતો કરેલી. તો તમારામાં અને કોંગ્રેસ પક્ષમાં ફેર શો ? તમે બંને બરાબરિયા નીવડયા.

કોંગ્રેસ-મુક્ત ભારત સર્જવા માટે શાસક પક્ષે જે ખેલ આદર્યા છે એ સમજદાર લોકો માટે ખરેખર આઘાતજનક છે. થોડીક અતિશયોક્તિ સાથે એમ કહી શકીએ કે પુરાણ કાળના અસુર રાજ્યની યાદ તાજી કરાવે એવા આ ખેલ છે. જરાક સમજવાની જરૃર છે. કોંગ્રેસ પક્ષ જેવો છે એવો, પણ એક માત્ર રાષ્ટ્રીય વિરોધ પક્ષ છે.

એના પર એક પરિવારની પકડ હોય કે થોડા માથાભારે નેતાઓની એ આપણી ચિંતાનો વિષય નથી. પરંતુ કોંગ્રેસ-મુક્ત ભારત એટલે વિરોધ પક્ષ વિનાનો દેશ. આ પરિસ્થિતિ લોકશાહી શાસન માટે ખતરનાક છે. આમેય અત્યારે દેવકાંત બરુઆ જેવા ખુશામતખોરોની જમાત શાસક પક્ષમાં ભેળી થઇ છે. કટોકટીકાળમાં દેવકાંત બરુઆ કોંગ્રેસ પ્રમુખ હતા.

દેવકાંત બરુઆએ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા એવું આરતીગાન શરૃ કર્યું હતું. ડિટ્ટો એ જ રીતે હાલના શાસક પક્ષે પોતાના વડા પ્રધાનની આરતી ઊતારવાનું શરૃ કર્યું છે. આ એક ભયજનક સ્થિતિ છે જે ગમે તેવા સમતોલ મિજાજના શાસકની ડાગળી ચસકાવીને એને હિટલર બનાવી શકે છે. આ એક વાત.

નંબર બે. કોંગ્રેસના ચાલીસ બેતાલીસ સભ્યોને સાચવનારા સાઉથ ઇન્ડિયન રિસોર્ટના માલિક-નેતા પર પાડેલા દરોડાનો સમય અને સિનારિયો આમ આદમીના મન પર એવી છાપ પાડે છે કે આ દરોડા આકસ્મિક નથી, પૂર્વયોજિત છે.

ગાંધીજીએ એક સરસ વાત કરેલી કે તમારો હેતુ પવિત્ર હોય એટલું પૂરતું નથી, એ પ્રાપ્ત કરવાનો તમારો પુરુષાર્થ પણ એટલોજ પવિત્ર હોવો ઘટે. રાજ્યસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ શાસક પક્ષે જે ખેલ આદર્યો એને કોઇ વ્યાખ્યા મુજબ પવિત્ર કહી શકાય એવો નથી. જો તમે એમ કહેતાં હો કે અગાઉ કોંગ્રેસે પણ આવી મેલી રમતો કરેલી. તો તમારામાં અને કોંગ્રેસ પક્ષમાં ફેર શો ? તમે બંને બરાબરિયા નીવડયા.

એક મુદ્દો કોંગ્રેસની વિરુદ્ધમાં પણ કહેવો છે. તમે ગુલઝારની ફિલ્મ આંધી જોયેલી ? એમાં સુચિત્રા સેન ( એણ ઇન્દિરા ગાંધી ટાઇપનો રોલ કરેલો )ની સભામાં એમના જ પક્ષના એક ગાંધી ટોપીધારી નેતા (ઓમપ્રકાશ ) મહિલાનેતા પર પથ્થર ફેંકે છે. એ સાથે મહિલા નેતાને જોઇતી પબ્લિસિટી મળી જાય છે. એ દ્રશ્ય યાદ કરો. પછી બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહુલ ગાંધીની કાર પર પથ્થર પડયો એ સમાચાર સરખાવો.

રાહુલ ગાંધી તો આગલી બેઠક પર ડ્રાઇવર પાસે બેઠેલા. એટલે કાં તો પથ્થર ફેંકનાર નિશાન ચૂકી ગયો અને કાં તો માત્ર દેખાવ ખાતર પથ્થર ફેંકાયો. સવાલ એ થાય કે રાહુલ ન તો ભારે વરસાદ માટે જવાબદાર છે કે  ન તો એમણેે પૂર સર્જ્યાં છે કે ન તો ગુજરાતમાં એમની સરકાર છે જે રાહત કાર્યમાં ઊણી ઊતરી છે. તો પછી રાહુલ પર કોઇ પથ્થર શું કામ ફેંકે ? માટેે કહ્યંુ કે ફિલ્મ આંધીના દ્રશ્ય સાથે આ વાતને મૂકો તો કદાચ સમજાઇ જાય ખરી.

ભારતીય રાજકારણમાં રાહુલનું એવું કોઇ ઉલ્લેખનીય પ્રદાન નથી કે કોઇ એને પથ્થર મારીને મફત પબ્લિસિટી અપાવે. જો કે હસવું તો એ વાતનંુ આવ્યું કે દસ દસ વરસ સુધી હોઠ સીવી રાખનારા ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે આ ઘટનાને વખોડી. બાર વરસે બાવો બોલ્યા જેવું થયું. વાહ્, શી ગાંધી પરિવાર તરફ એમની વફાદારી !

ખેર, મૂળ મુદ્દા પર પાછાં ફરીએ. શાસક પક્ષને કોંગ્રેસ પક્ષ નથી ખપતો કે વિરોધ પક્ષ જ નથી ખપતો ? કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો મોેટે ભાગે પ્રાદેશિક છે અને રાષ્ટ્રીય કક્ષાએ એ લોકોનું કશું ઊપજતું નથી. તો પછી, એક માત્ર રાષ્ટ્રીય વિરોધ પક્ષ છે એને શાસક પક્ષ શા માટે નષ્ટ કરવા ઇચ્છે છે ? શાસક પક્ષને એકહથ્થુ સત્તા જોઇએ છે ? કે પછી વ્યક્તિગત રાગદ્વેષ અને કિન્નાખોરી આ બાબતમાં વિલન બને છે ? કોણ જાણે. લોકશાહીમાં સબળ વિરોધ પક્ષ અનિવાર્ય ગણાય છે.

કોંગ્રેસને નષ્ટ કરીને તમે એકમાત્ર સબળ કહી શકાય એવા પક્ષને ખતમ કરી રહ્યા છો. દેશની લોકશાહીના ભાવિ માટે આ પરિસ્થિતિ સુખદ નહીં ગણી શકાય. એની પાછળ ભાજપની જેે મનમુરાદ હોય તે. છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષમાં કોંગ્રેસે ભલે એક કરોડ પાપ કર્યાં હોય, તમારું આ એક પગલું એના તમામ પાપને ભૂલાવી દેવા સક્ષમ બની શકે છે એ યાદ રહેવું ઘટે.

આપણા વડીલો કહેતાં કે આંબો પરિપક્વ થાય તેમ નમતો જાય, અક્કડ ન રહે. લોકસભા અને રાજ્યસભામાં જોઇતી બહુમતી મળી રહે પછી તમારે નમતાં શીખી લેવું જોઇએ. આમેય તમારા વડા પ્રધાનના પ્રથમાક્ષરો 'નમો' જ છે ને...! ભાવિ પેઢી અને ઇતિહાસ તમને કદી માફ ન કરે એવાં પગલાં લેવાનંુ લોકશાહીના હિતમાં નથી જ.
 

Keywords to,the,point,08,august,2017,

Post Comments