5 સ્ટાર હોટેલને ટક્કર આપે એવી છે ભારતની આ 7 ટ્રેન.

મહારાજા એક્સપ્રેસ: દેશની સૌથી મોંઘી આ ટ્રેન 2010માં શરૂ થઈ હતી, તેનો શાહી અનુભવ લેવા માટે રૂ.3 લાખથી 15 લાખ ખર્ચવા પડશે.

ધ પેલેસ ઓન વ્હીલ્સ: રાજસ્થાન પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 2009માં તે શરુ કરી હતી. તેની લક્ઝરી રાઈડ માટે રૂ.50,000 થી 1.54 લાખ ખર્ચવા પડશે.

ડેક્કન ઓડિસી: મહારાષ્ટ્ર સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલી આ ટ્રેનની ટિકિટની કિંમત રૂ.7 લાખથી 11 લાખ સુધીની છે.

ગોલ્ડન ચારીઅટ: આ ટ્રેનમાં રૂ. 4 લાખથી 7 લાખમાં પ્રાઈડ ઓફ ધ સાઉથ સર્કિટ અને સધર્ન સ્પ્લેન્ડરનો નજારો રોયલ સ્ટાઈલમાં માણી શકો છો.

રોયલ રાજસ્થાન ઓન વ્હીલ્સ: દેશના વન્યજીવન, વારસા અને રાજસ્થાનના શાહી અનુભવ માટે આ ટ્રેન શ્રેષ્ઠ છે.

મહાપરિનિર્વાણ એક્સપ્રેસ: ભારતીય રેલવેએ બૌદ્ધ પ્રવાસીઓ માટે દેશના આધ્યાત્મિક વારસાથી રૂબરૂ કરાવવા આ ટ્રેન શરુ કરી છે.

ફેરી ક્વીન એક્સપ્રેસ: 1855માં નિર્માણ થયેલી આ વિશ્વની સૌથી જૂની સ્ટીમ લોકોમોટિવ ટ્રેન છે, જેને ગિનિસ બુક અને વર્લ્ડ રેકોર્ડ સ્થાન મળ્યું છે.

More Web Stories