16,000 મહિલાઓના વાળ ધરાવતા હેર મ્યુઝિયમથી લઈને વિશ્વના અનેક ચિત્રવિચિત્ર મ્યુઝિયમ.

ઈન્ટરનેશનલ સ્પાય મ્યુઝિયમ, યુએસએ: અહી જાણીતા જાસૂસો વિશે અને વિવિધ સ્પાય ઓપરેશનની માહિતી આપવામાં આવી છે..

કાન્કુન અંડરવોટર મ્યુઝિયમ, મેક્સિકો: 3થી 6 મીટર પાણીની અંદર 500 થી વધુ શિલ્પો દર્શાવતી આ સબએકવેટિક ગેલેરીમાં વિવિધ કલાકૃતિઓને રાખવામાં આવી છે..

એવનોસ હેર ઘર મ્યુઝિયમ, તુર્કી: 16,000થી વધુ મહિલાઓના વાળનો તેમની વાર્તા સાથે અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે..

જાપાન કપ નુડલ્સ મ્યુઝિયમ : આ મ્યુઝિયમમાં મોમોકુકુ એન્ડો દ્વારા કરવામાં આવેલી ઈન્સ્ટન્ટ રેમેન નૂડલ્સની શોધનું એક પ્રકારનું સેલિબ્રેશન છે..

ટોર્ચર મ્યુઝિયમ, એમ્સ્ટરડેમ: અહી અનેક વર્ષો પહેલા ઉપયોગમાં લેવામાં આવેલા સજાના સાધનો દર્શાવવામાં આવ્યા છે..

મ્યુઝિયમ ઓફ બ્રોકન રિલેશનશિપ, કોએશિયા: તૂટેલા સંબંધો સાથે જોડાયેલી વાર્તાઓ, ફોટો, ગિફ્ટ્સ અહીં રાખવામાં આવ્યા છે..

ધ મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ, યુએસએ: આ મ્યુઝિયમમાં માસ્ટરપીસ નહીં પરંતુ, તેનાથી વિપરીત ખરાબ કલાકૃતિઓ દર્શાવવામાં આવી છે..

ટોયલેટ સીટ મ્યુઝિયમ, યુએસએ: ટોયલેટ સીટ મ્યુઝિયમમાં સજાવેલી ટોયલેટ સીટનું વિચિત્ર પ્રદર્શન રાખવામાં આવ્યું છે..

બ્રિટિશ લોનમોવર મ્યુઝિયમ, ઈગ્લેન્ડ: આ મ્યુઝિયમમાં ગાર્ડન મશીનનો ઈતિહાસ અને તેમાં થયેલા ધરખમ ફેરફારોને દર્શાવવામાં આવ્યા છે..

પેરિસ સીવર મ્યુઝિયમ: આ મ્યુઝિયમમાં શહેરની ગટર વ્યવસ્થાનો ભૂગર્ભ પ્રવાસ કરાવવામાં આવે છે..

ગોલ્ડ મ્યુઝિયમ, કોલંબિયા: પ્રી-હિસ્પેનિક ગોલ્ડ વર્કનો વિશાળ સંગ્રહ દર્શાવતા આ મ્યુઝિયમમાં લોકોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કારીગરીના દર્શન થાય છે.

More Web Stories